વર્ષો ના વર્ષ લાગશે...


તમને જો પામવા બેસું તો વર્ષો ના વર્ષ લાગશે...
તમારી ટેવ છે એવી એક ક્ષણ માં રૂઠી જાવ તમે...
અને મનાવા બેસું તો વર્ષો ના વર્ષ લાગશે...
થયા છે એટલા જખ્મો કે નથી હૃદય ક્યાંય કોરું...
જખ્મો રુજાવા બેસું તો વર્ષો ના વર્ષ લાગશે....
હૃદય વેરાય ગયું છે મારુ ઈંતેજારી માં તમારી....
ટુકડા વીણવા બેસું તો વર્ષો ના વર્ષ લાગશે....
તમે ચાલ્યા ગયા કહ્યા વિના મને...
કહેવા કે લખવા બેસું તો વર્ષો ના વર્ષ લાગશે....





Comments

  1. આના કવિનું નામ જણાવશો ?

    ReplyDelete

Post a Comment