મને ખુબ જ ગમતું હતું....


તારું હળવેકથી આવીને મારા હૃદયમાં ધબકી જવું, મને ખુબ જ ગમતું હતું....

તારું જાગીને મારી આંખોને વ્હાલ કરવું, મને ખુબજ ગમતું હતું....

તારું તારાથી વધુ ધ્યાન રાખવું મારુ, મને ખુબ જ ગમતું હતું....

તારું મારી આંખ જોઈને હૈયું વાંચી જવાનું હુનર, મને ખુબ ગમતું હતું....

મને બીજા જોડે જોઈને નારાજ થવું તારું, મને ખુબ ગમતું હતું....

તારા રિસાઈ જવા પર મનાવાનું મારુ, મને ખુબ ગમતું હતું....

હવે બદલાયો સમય અને બદલાઈ જિંદગી, પણ તારું એ જૂનું વ્હાલ મને ખુબ જ ગમતું હતું...



Comments